આજ રોજ ગુજરાતના લોકપ્રિય અને યુવા હૃદય સમ્રાટ શ્રી હર્ષ સંઘવી સાહેબને રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ રૂબરૂ મળી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી -27 OCT 2025
આજ રોજ ગુજરાત રાજ્યના યુવા અને ગતિશીલ નેતા શ્રી હર્ષ સંઘવી સાહેબને રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા મુલાકાત લઈ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સાથે સાથે નવનિયુક્ત કેબિનેટ મિનિસ્ટરશ્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી), ડૉ. પ્રદ્યુમન વાઝા (શિક્ષણ અને સામાજિક ન્યાય-સશક્તિકરણ), રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી (વન અને પર્યાવરણ), અને ડૉ. જયરામભાઈ ગામીત (રમતગમત, ઉદ્યોગ અને પર્યટન) જેવા મંત્રીશ્રીઓનું અભિવાદન કર્યું. આપશ્રીઓ દૃઢ નેતૃત્વ અને સેવાભાવી દૃષ્ટિકોણ ગુજરાતના યુવાનોમાં નવી પ્રેરણા જગાવશે, અને શિક્ષણ તથા ઉદ્યોગ ક્ષેત્રે નવો વિકાસ લાવશે, જે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.



