જેલ સુધારણા અભિયાન: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાબરમતી જેલમાં વિશેષ યોગ સત્રનું સફળ આયોજન - 30 OCT 2025
યોગ દ્વારા સ્વસ્થ તન અને સ્વસ્થ શરીર, 
ગુજરાત રાજ્યના આધ્યાત્મિક મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન જેલ સુધારાત્મક પ્રવૃત્તિઓ હેઠળ રાજ્યની તમામ જેલોમાં યોગ વર્ગ ચાલી રહ્યા છે.
જે અંતર્ગત તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાબરમતી જેલ ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાબરમતી જેલ અધિક્ષકશ્રી ગૌરાંગભાઇ અગ્રવાલ, સિનિયર જેલર શ્રી આશિષભાઇ વકિલ, તેમજ યોગ બોર્ડના કો-ઓર્ડીનેટરશ્રી ઉપસ્થિત રહ્યા.
આ યોગ સત્ર દ્વારા બંદીવાનો ભાઇઓને પ્રાણાયામ, ધ્યાન અને આસનોના અભ્યાસથી સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન મેળવવા પ્રોત્સાહિત કર્યા.



