યોગ એ આપણી સંસ્કૃતિ અને ધરોહર છે: રમતગમત મંત્રી શ્રી જયરામ ગામીતની અધ્યક્ષતામાં ભવ્ય યોગ અને ધ્યાન શિબિર સંપન્ન 6 DEC 2025
December 26, 2025
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત આદરણીય રમત ગમત મંત્રી શ્રી જયરામ ગામીત સાહેબની અધ્યક્ષતામાં ધ્યાન અને યોગ શિબિરનું આયોજન થયું.
મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે "યોગ આપણી સંસ્કૃતિ અને ધરોહર છે, તેને જીવનશૈલીનો ભાગ બનાવો."
આવો, આ જન-આંદોલનમાં જોડાઈએ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેતૃત્વ હેઠળ યોગના માધ્યમથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુદૃઢ થઈને, ગુજરાતને એક સ્વસ્થ, સશક્ત અને નિરોગી રાજ્ય બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ!



