અખંડ ભારતના શિલ્પીને યોગાંજલિ: સાબરમતીમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યોગ શિબિરનું આયોજન 16 NOV 2025
December 26, 2025
રાષ્ટ્રીય એકતા અને સ્વાસ્થ્યનો સંગમ!
આજ રોજ સાબરમતી વિધાનસભા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં સાબરમતી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
શિબિરમાં આજે રાષ્ટ્રીય એકતા, શિસ્ત, શક્તિ અને સ્વદેશી ભાવનાનો અનોખો સંદેશ આપ્યો.
શારીરિક તેમજ માનસિક બળ વધારવા માટે યોગ જેટલું શક્તિશાળી સાધન બીજું નથી.
“ હર ઘર swadeshi, ઘર ઘર સ્વદેશી”ના સંદેશ સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.



