ગુજરાતના યોગ અભિયાનમાં નવતર ઇતિહાસ: મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ૪૨૧૫ યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ ભવ્ય દીક્ષાંત સમારોહ સંપન્ન 21 DEC 2025
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ‘યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રથમ દીક્ષાંત સમારોહ’ તથા ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે છેલ્લા પાંચ વર્ષથી રાજ્યભરમાં યોગસેવા કરનાર ૪૨૧૫ યોગ કોચ અને યોગ ટ્રેનર્સને દીક્ષિત કરવામાં આવ્યા.
માન. મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે, અત્યારના સ્ટ્રેસ અને ભાગદોડ ભર્યા જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ અપનાવવુ અત્યંત જરૂરી બન્યું છે.
પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન દ્વારા હજારો સાધકોએ આંતરિક શાંતિનો અનુભવ કર્યો.
યોગ અને ધ્યાન દ્વારા ગુજરાતને યોગમય તથા તણાવમુક્ત બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત થયો..png)



